એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું.
એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”