13 ઈ હાટુ તેઓએ ટુકડા ભેગા કરયા ઈ જવની પાચ રોટલીઓમાંથી જે છોડેલા ટુકડા ખાનારાઓએ રેવા દીધા હતાં તેઓની બાર ટોપલીઓ ભરી.
અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
આયા એક છોકરો છે એની પાહે પાંસ રોટલી અને બે માછલી જ છે પણ ઈ આટલા બધાય લોકો હારું કેમ પુરું પડે.
અને મારો પરમેશ્વર પોતાની મહિમાની મૂડીમાંથી તમારી બધીય જરૂરિયાત મસીહ ઈસુમાં પુરી પાડશે.