12 જઈ બધાય ખાયને ધરાણા, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “કાય નકામું નો જાય ઈ હાટુ વધેલા ટુકડાઓને ભેગા કરો.”
એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે.
થોડાક દિવસ પછી, એનો નાનો દીકરો એનુ બધુય ભેગુ કરીને બીજા દેશમા વયો ગયો, અને ન્યા મોજ-મજામાં પોતાની બધીય મિલકત વેડફી નાખી.
હવે ઈસુએ ચેલાઓને પણ કીધું કે, એક માલદાર માણસ હતો, એણે એક કારભારી રાખ્યો; અને માલદારની આગળ કારભારી ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો કે, ઈ તમારી મિલકત ઉડાવી દેય છે.
જેથી ઈ બધાય લોકો ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ રોટલી અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.