11 તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું.
અને પછી ઈ હાત રોટલીઓ અને માછલીયોને લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ પછી તે લોકોને પીરસી.
જઈ ઈસુ એની હારે નીસે જમવા બેઠો, અને રોટલીઓ લયને પ્રાર્થના કરી, અને તેઓને તોડીને આપવા લાગ્યો.
ઈસુએ તેઓને કીધું કે, “જે માછલીઓ ઈ આઘડી પકડી છે, એમાંથી થોડીક માછલીઓ લાવો.”
ઈસુએ રોટલી લયને ચેલાઓને દીધી, અને એમ જ માછલી પણ દીધી.
જઈ ઈ કાઠા ઉપર પુગ્યા, તો તેઓએ હળગતા કોલસા ઉપર માછલી અને રોટલી જોય.
તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
આયા એક છોકરો છે એની પાહે પાંસ રોટલી અને બે માછલી જ છે પણ ઈ આટલા બધાય લોકો હારું કેમ પુરું પડે.
આ કયને એણે રોટલી લયને બધાયની હામે પરમેશ્વરનો આભાર માન્યો અને તોડીને ખાવા મંડા.
જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.
છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.
દરેક સંજોગોમાં પરમેશ્વરને ધન્યવાદ આપો કેમ કે, તમારી હાટુ ઈસુ મસીહમા પરમેશ્વરની આજ ઈચ્છા છે.