ઈસુએ એને કીધુ કે, “હું તને બસાવું છું કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ હાટુ તુ તારા ઘરે જા.” તરત ઈ જોવા લાગ્યો અને ઈ બીજા લોકોની ભેગો થય ગયો જેઓ ઈસુની વાહે હાલતા હતા.
પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
જો એક માણસની સુન્નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?