પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
કેમ કે, કોય-કોય વખતે પરભુનો સ્વર્ગદુત કુંડમાં ઉતરીને ઈ પાણીને હલાવા કરતો હતો, પાણી હલતા જે માણસ બધાયની પેલા કુંડમાં ઉતરતો હતો, ઈ હાજો થય જાતો હતો. ભલે એને ગમે એવો રોગ કેમ નો હોય.
પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.”
અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.