પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.