43 હું મારા બાપના નામે આવ્યો છું અને તમે મને અપનાવ્યો નય, જો કોય બીજો એના નામે આવત તો તમને એણે અપનાવ્યો હોત.
કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.
કેમ કે, ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું,” અને તેઓ ઘણાયને દગો આપશે.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, “મે તમને કય દીધુ, પણ તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા. જે કામ હું મારા બાપના અધિકારથી કરું છું, ઈજ મારી વિષે સાક્ષી દેય છે.
હે બાપ, તમારા નામની મહિમા થાય, તઈ સ્વર્ગમાંથી એવી વાણી હભળાણી કે, “મે એની મહિમા કરી છે, અને હજી વધારે કરય.”
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
પણ હું તમને જાણું છું કે, તમે પોતાના હ્રદયથી પરમેશ્વરને પ્રેમ નથી કરતા.
કેમ કે હું મારી પોતાની ઈચ્છા નય, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પુરી કરવા સ્વર્ગમાંથી ઉતરયો છું
શું તુ મિસર દેશનો નથી, જે ઈ દિવસો પેલા સરકારની હામે બળવો કરીને સ્યાર હજાર હથિયાર બંધ બળવાખોરોને વગડામાં લય ગયો હતો?”