Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 5:39 - કોલી નવો કરાર

39 તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 5:39
51 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાવ છો.


પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “મુસાએ તમને છુટાછેડા દેવાના વિષે શું આજ્ઞા આપી છે?”


શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો.


ઈબ્રાહિમે એને કીધું કે, “એની પાહે સેતવણી હાટુ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓના લખાણો છે, તેઓના એમાંથી હાંભળવું જોયી અને પાલન કરવુ જોયી.”


પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”


ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.


પછી ઈસુએ આખા શાસ્ત્રમાંથી મુસાની સોપડીમાથી શરુઆત કરીને બધાય આગમભાખીયાઓના લખાણોમાં પોતાના વિષે જે જે કીધું છે ઈ તેઓને હમજાવુ.


પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”


ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”


પણ મારી વિષે જે સાક્ષી દેય છે, ઈ બીજો છે, અને હું જાણું છું કે, જો મારા વિષયમાં સાક્ષી દેય છે, ઈ હાસી છે.


પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.


તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.


કેમ કે, જો તમે મુસા ઉપર વિશ્વાસ કરતાં હોત, તો મારી ઉપર પણ વિશ્વાસ કરત, કેમ કે એણે મારા વિષે લખ્યું છે.


તેઓએ નિકોદેમસને જવાબ દીધો કે, “શું તુ પણ ગાલીલ જિલ્લાનો છે? શાસ્ત્રમા ગોતી લે અને જાણી લે કે, ગાલીલ જિલ્લામાં કોય પણ આગમભાખીયો નથી થાતો.”


યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.


આ લોકો તો થેસ્સાલોનિકી શહેરના યહુદી લોકો કરતાં હારા હતાં, અને તેઓએ બોવ લાલસથી વચન હાંભળા, અને દરોજ શાસ્ત્રમાં ગોતતા કે, આ વાત હાસી છે કે નય.


હે રાજા આગ્રીપા, શું તુ આગમભાખીયાઓનો વિશ્વાસ કરે છે? હા, હું જાણું છું કે, તુ વિશ્વાસ કરે છે.”


પરમેશ્વરે આ હારા હમાસાર વિષેનું વચન એના આગમભાખીયાઓ દ્વારા અગાવથી આપ્યુ હતું અને ઈ શાસ્ત્રમાં લખેલુ છે.


એક યહુદી હોવામાં બોવ જ લાભ છે. બધાયથી મહત્વનું આ છે કે, પરમેશ્વરનાં વચનો તેઓને હોપવામાં આવ્યા છે.


મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.


પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.


કેટલીક બાયુએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી જ પોતાના મરેલાઓને ફરીથી જીવતા જોયા, ઘણાય તો માર ખાતા-ખાતા મરી ગયા, તેઓ એનાથી છુટવા નથી માગતા ઈ હાટુ કે જઈ તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઉતમ જીવન પ્રાપ્ત કરે.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ