34 પણ મને મારા વિષયમાં લોકોની સાક્ષીની જરૂર નથી, તો પણ મે તમને તેઓની સાક્ષીના વિષે બતાવ્યું છે, જે યોહાન જળદીક્ષા આપનારાને બતાવતા, ઈ હાટુ તમે તારણ પામી હકો.
ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તારા છોકરાને બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”
જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?
જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.