30 હું મારી રીતે કાય પણ નથી કરી હક્તો, હું જે હાંભળુ છું, એની પરમાણે ન્યાય કરું છું અને મારો ન્યાય પક્ષપાત વગર થાય છે કેમ કે, હું પોતાની ઈચ્છાથી નય, પણ જેણે મને મોકલ્યો, એની ઈચ્છા પુરી કરવા માગું છું
પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”
શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે.
ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.
તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું
ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.