ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે જે કાય જોવો છો અને હાંભળો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, એટલે આંધળા જોતા થાય છે, અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરવામા આવે છે. બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે,