Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 5:26 - કોલી નવો કરાર

26 કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 5:26
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

એનામા જીવન હતું, અને જીવન માણસોનું અંજવાળું હતું.


કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.


ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.


અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”


થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”


જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપની આશરે જીવું છું, એમ જ જે મને ખાય છે, ઈ પણ મારા આશરે જીવું છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.”


નોતો એને કોય વસ્તુની જરૂર છે, જેનાથી કે ઈ માણસોના હાથની સેવાને પામી હકે, કેમ કે ઈ પોતે જ બધાયને જીવન, શ્વાસ અને બધુય દેય છે.


શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પેલો માણસ, એટલે કે, આદમ, જીવતો પ્રાણી બન્યો” અને છેલ્લો આદમ મસીહ છે, જે જીવન આપવાવાળો આત્મા છે.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


પછી એણે મને કીધું કે, બધુય પુરું થય ગ્યું છે. “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય. જે કોય પણ તરસો છે, હું એને પાણીના ઝરામાંથી મફ્તમાં પાણી પીવા હાટુ આપય, જે અંત વગરનું જીવન આપે છે.


તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ