25 હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.
પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.
ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.
પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.
ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.
હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.