આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.
આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું.
એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.