Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 5:18 - કોલી નવો કરાર

18 ઈ કારણે યહુદી લોકોના આગેવાનોએ ઈસુને મારી નાખવાની વધારે કોશિશ કરવા લાગ્યા, કેમ કે ઈ ખાલી વિશ્રામવારના દિવસનો નિયમ તોડતો હતો એટલું જ નય પણ પરમેશ્વરને પોતાનો બાપ કયને એની જાતને પરમેશ્વરની બરોબર છું, ઈ બતાવતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 5:18
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા શું શાસ્ત્રમાં તમે નથી વાચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો, વિશ્રામવારના દિવસનો નિયમ પાળે નય, છતાં તેઓ નિર્દોષ છે?


યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”


મારો બાપ અને હું એક છયી.”


યહુદી લોકોના આગેવાનોએ એને જવાબ દીધો કે, “કોય પણ હારા કામોના કારણે અમે તારી ઉપર પાણા નથી મારતા, પણ ઈ હાટુ કે તુ પરમેશ્વરની નિંદા કરે છે, અને ઈ હાટુ કે, તુ માણસ થયને પણ પોતાની જાતને પરમેશ્વર માંને છે.”


ઈસુએ એને જવાબ દીધો કે, જે કોય મને પ્રેમ કરે છે, તો ઈ મારા વચનોને માંને છે, અને મારો બાપ એને પ્રેમ કરે છે, અને આપડે એની પાહે જાહુ અને એની હારે રેહું.


ઈસુએ એને કીધું કે, “હે ફિલિપ, હું એટલા વખત તારી હારે રયો, તો પણ તુ મને નથી ઓળખતો? જેણે મને જોયો છે, એણે બાપને પણ જોયો છે, તુ કેમ કેય છે કે, અમને બાપ દેખાડો?


યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”


તઈ ઈ માણસે જયને યહુદી લોકોના આગેવાનોને કીધું કે, જે માણસે મને હાજો કરયો છે, ઈ ઈસુ છે.


ઈ કારણે યહુદી લોકોના આગેવાનો ઈસુને સતાવવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ માંદામાણસને વિશ્રામવારને દિવસે હાજો કરતો હતો,


પણ ઈસુએ એને જવાબ દીધો કે, “મારો બાપ કામ કરે છે, અને હું પણ કામ કરું છું”


જેથી બધાય લોકો જેમ મને દીકરાને આદર કરે છે, એમ જ બાપનો પણ આદર કરે. જે કોય મારો આદર નથી કરતાં, તેઓ બાપનો પણ આદર નથી કરતાં જેણે મને મોકલ્યો છે.


ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો.


શું મુસાએ તમને નિયમો નથી દીધા? તો પણ તમે મુસાના નિયમ પરમાણે નથી હાલતા. તો તમે કેમ મને મારી નાખવાની કોશિશ કરો છો?”


ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”


ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”


મસીહે પરમેશ્વરનાં રૂપમાં હોવા છતાં, એણે પરમેશ્વરની સમાન હોવાનું પકડી રાખવાનું વિસારુ નય.


તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,


કાય પણ જે પરમેશ્વરનાં હરાપને આધીન છે ઈ શહેરમાં નય રેય, પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી શહેરમાં હશે અને પરમેશ્વરનાં ચાકરો એનુ ભજન ન્યા કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ