14 પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા.