12 તઈ તેઓએ એને પુછયું કે, તને જેણે એમ કીધું છે કે, “પથારી ઉપાડીને હાલતો થા એમ કીધું કે, ઈ માણસ કોણ છે?”
પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”
એણે તેઓને જવાબ દીધો કે, જેણે મને હાજો કરયો છે, એણે જ મને કીધું છે કે, “પોતાની પથારી ઉપાડીને હાલતો થા.”
પણ જે માણસ હાજો થયો ઈ નોતો જાણતો કે, એને એવુ કેનારો માણસ કોણ હતો કેમ કે, ઈ જગ્યા ઉપર ગડદી હોવાના કારણે ઈસુ ન્યાંથી આઘો વયો ગયો હતો.
કેમ કે, હું એની વિષે સાક્ષી આપું છું કે, પરમેશ્વર હાટુ તેઓને આતુરતા છે, પણ ઈ જ્ઞાન પરમાણે નથી.