ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ જેને હાજો કરવામા આવ્યો હતો ઈ માણસને કીધું કે, “આજે વિશ્રામવારનો દિવસ છે, અને તુ જાણે છે કે, તારી હાટુ આ પવિત્ર દિવસે પથારી ઉપાડીને હાલવું ઈ આપડા નિયમની વિરુધ છે.”
એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે.