ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”
પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.