7 એટલામાં એક સમરૂન પરદેશની બાય પાણી ભરવા કુવાની પાહે આવી, અને ઈસુએ એને કીધું કે, “મને પીવા હાટુ થોડુક પાણી આપ.”
હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”
આ પછી ઈસુએ ઈ જાણીને કીધું કે, “મારા બધાય કામો પુરા થય ગયા છે.” ઈ હાટુ શાસ્ત્રમાં લખેલુ છે, ઈ પુરું થાય, એટલામા ઈસુએ કીધું કે, “હું તરસો છું”
ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”
અને યાકુબે જે કુવો ખોદયો હતો, ઈ કુવો પણ ન્યા જ હતો, ઈસુ રસ્તામાં હાલવાથી થાકી ગયો હતો, એટલે ન્યા કુવા પાહે આવીને બેહી ગયો, અને ઈ લગભગ બપોરનો વખત હતો.
ઈ વખતે ઈસુના ચેલાઓતો ગામમાં ખાવાનું વેસાતી લેવા ગયા હતા.