6 અને યાકુબે જે કુવો ખોદયો હતો, ઈ કુવો પણ ન્યા જ હતો, ઈસુ રસ્તામાં હાલવાથી થાકી ગયો હતો, એટલે ન્યા કુવા પાહે આવીને બેહી ગયો, અને ઈ લગભગ બપોરનો વખત હતો.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.