51 જઈ ઈ હાલ્યો જાતો હતો, તઈ મારગમાં એના ચાકરોએ ઈ ખબર લયને હામાં મળ્યા, અને કેવા લાગ્યા કે, “તારો દીકરો જીવતો છે.”
તઈ ઈસુ એને કેય છે કે, “પાછો જા, તારો દીકરો જીવતો રેહે.” ઈ માણસે ઈસુની કીધેલી વાત ઉપર વિશ્વાસ કરીને ઘરે વયો ગયો.
એણે ચાકરોને પુછયું કે, “ઈ ક્યા વખતથી હાજો થાવા લાગ્યો?” તેઓએ એને કીધું કે, “કાલે બપોરના એક વાગે એનો તાવ ઉતરી ગયો.”
તઈ ઈ દીકરાના બાપને યાદ આવ્યું કે, આ ઈજ વખતે થયુ હતું, જે વખતે ઈસુએ એને કીધું હતું કે, “તારો દીકરો જીવતો રેહે.” અને એણે પુરા પરીવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો.