5 ઈ હાટુ ઈસુ સમરૂન પરદેશના સુખાર નામના એક શહેરમાં આવ્યો. જે ઈ ખેતર ગામની પાહે હતું, જેણે યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યુ હતું.
તઈ એણે પોતાની આગળ સંદેશાવાહકને મોકલ્યા, ઈ સમરૂન પરદેશના એક ગામમાં ગયા કે, ઈસુની હાટુ જગ્યા તૈયાર કરો.
શું તુ અમારા વડવા યાકુબથી હોતન મોટો છો?” જેણે અમને આ કુવો દીધો છે, એણે પોતે એના સંતાનો, અને પોતાના ઢોર-ઢાકરને આ કુવામાંથી પાણી પીવારુ હતું.
અને ઈ ગામના બોવ બધાય સમરૂન પરદેશના લોકોએ ઈ બાયના કેવાથી ઈસુ ઉપર વિશ્વાસ કરયો, જેણે આ સાક્ષી આપી હતી કે, એણે બધુય જે મે કરયુ છે, મને બતાવી દીધું.
અને યાકુબે જે કુવો ખોદયો હતો, ઈ કુવો પણ ન્યા જ હતો, ઈસુ રસ્તામાં હાલવાથી થાકી ગયો હતો, એટલે ન્યા કુવા પાહે આવીને બેહી ગયો, અને ઈ લગભગ બપોરનો વખત હતો.
ઈ વખતે ઈસુના ચેલાઓતો ગામમાં ખાવાનું વેસાતી લેવા ગયા હતા.