47 જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.
ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
જઈ એણે લોકોથી હાંભળ્યું કે, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે, ઈ રસ્તેથી જાય છે, તઈ ઈ જોરથી રાડો નાખીને કેવા લાગ્યો કે, “હે ઈસુ, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર!”
હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.