46 તઈ ઈસુ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પાછો ગયો, જ્યાં એણે પાણીને દ્રાક્ષારસ બનાવ્યો હતો, ન્યા રાજાનો એક કારભારી હતો, જેનો દીકરો કપરનાહૂમ ગામમાં માંદો હતો.
જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”
ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”