જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.