39 અને ઈ ગામના બોવ બધાય સમરૂન પરદેશના લોકોએ ઈ બાયના કેવાથી ઈસુ ઉપર વિશ્વાસ કરયો, જેણે આ સાક્ષી આપી હતી કે, એણે બધુય જે મે કરયુ છે, મને બતાવી દીધું.
ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય.
તઈ યોહાનના ઈ બે ચેલાઓ એની વાત હાંભળીને ઈસુની વાહે ગયા.
તઈ જે યહુદી લોકો મરિયમને મળવા આવ્યા હતાં, અને ઈસુનો આ સમત્કાર જોયો હતો, એનામાંથી ઘણાય એની ઉપર વિશ્વાસ કરયો.
“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”
ઈ હાટુ લોકો ઈ શહેરમાંથી નીકળીને ઈસુને જોવા હાટુ એની પાહે આવવા લાગ્યા.
મે તમને ઈ ખેતરમાં તૈયાર પાકને લણવા હાટુ મોકલ્યા છે, જે ખેતરમાં તમે મેનત નથી કરી, અને તમે બીજાઓની મેનત કરેલા પાકમાં ભાગીદાર થયા છો.
ઈ હાટુ જઈ સમરૂન પરદેશના રેનારા લોકો ઈસુની પાહે આવ્યા, એને વિનવણી કરવા લાગ્યા કે, તુ અમારી ભેગો રે, તઈ ઈસુ ન્યા બે દિવસ હુંધી રયો.
ઈ લોકોએ ઈ બાયને કીધું કે, “હવે અમે તારા કેવાથી જ વિશ્વાસ નથી કરતાં કેમ કે, અમે પોતે જ હાંભળી લીધું, અને જાણી લીધું છે કે, જગતનો તારનાર ખરેખર આજ છે.”
ઈ હાટુ ઈસુ સમરૂન પરદેશના સુખાર નામના એક શહેરમાં આવ્યો. જે ઈ ખેતર ગામની પાહે હતું, જેણે યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યુ હતું.
ઈ વખતે ઈસુના ચેલાઓતો ગામમાં ખાવાનું વેસાતી લેવા ગયા હતા.