33 જેથી ચેલાઓએ એકબીજાને કીધું કે, “શું કોય એની હાટુ ખાવાનું લીયાવ્યા છો?”
બીજા દિવસથી એણે એના બધાય ચેલાઓને પાહે બોલાવ્યા. તેઓમાંથી એણે બાર માણસોને ગમાડયાં તેઓએ એને ગમાડેલા ચેલાઓ પણ કીધા.
પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.
ઈ બે યોહાનના ચેલાઓમાંથી જેઓ એની વાતો હાંભળીને ઈસુની વાહે ગયો હતો, એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
ઈસુએ તેઓને કીધું કે, મારી પાહે ખાવા હાટુ એવુ અનાજ છે કે, પણ જેના વિષે તમે નથી જાણતા.