25 બાયે એને કીધું કે, “હું જાણું શું કે, મસીહ (જે મસીહ કેવાય છે,) આવવાનો છે, જઈ ઈ આયશે, તો આપણને બધીય વાતો બતાયશે.”
અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.
ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”
પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે.
નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”
“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”
અને ઈ ગામના બોવ બધાય સમરૂન પરદેશના લોકોએ ઈ બાયના કેવાથી ઈસુ ઉપર વિશ્વાસ કરયો, જેણે આ સાક્ષી આપી હતી કે, એણે બધુય જે મે કરયુ છે, મને બતાવી દીધું.
ઈ લોકોએ ઈ બાયને કીધું કે, “હવે અમે તારા કેવાથી જ વિશ્વાસ નથી કરતાં કેમ કે, અમે પોતે જ હાંભળી લીધું, અને જાણી લીધું છે કે, જગતનો તારનાર ખરેખર આજ છે.”