તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”
અને પિતરે આજ્ઞા દીધી કે જેણે ઈસુ મસીહને નામે જળદીક્ષા દેવામાં આવી. એના પછી લોકોએ પિતરને વિનવણી કરી કે થોડાક દિવસ એની હારે રયો. ઈ હાટુ ઈ થોડાક દિવસ હાટુ રોકાય ગયો.