Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:14 - કોલી નવો કરાર

14 પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:14
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.


આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે,


સોર ખાલી સોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા હાટુ આવે છે. પણ હું ઈ હાટુ આવ્યો છું કે, તેઓ જીવન મેળવે અને ભરપૂર જીવન પામે.


અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”


ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”


ઈ બાયે ઈસુને કીધું કે, “પરભુ, તારી પાહે પાણી ભરવા હાટુ કાય વસ્તુ નથી, અને કુવો પણ બોવ ઊંડો છે; તો પછી ઈ જીવનનું પાણી તારી પાહે ક્યાંથી આવ્યું?


ઈસુએ એને જવાબ દીધો કે, “જે કોય આ કુવામાંથી પાણી પીહે એને પાછી તરય લાગશે,


પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.


જે રોટલી સ્વર્ગમાંથી ઉતારી ઈ એવી છે જેને વડવાઓ ખાયને મરી ગયા આ એવી નથી, આ રોટલી જે ખાય છે ઈ સદાય જીવતો રેહે છે.”


તેવારના છેલ્લા દિવસે જે મુખ્ય છે, ઈસુએ લોકોની વચમાં ઉભો રયને હાદ કરીને કીધું કે, જો કોય તરસો છે, તો મારી પાહે આવે અને પીવે.


કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.


કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


પરિણામ સ્વરૂપે તેઓ પાછા ભૂખા અને તરસા થાહે નય, સુરજ એને પાછો કોયદી તપાયસે નય અને કોય તાપ એને દજાડશે નય.


કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ