5 ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.
“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે.
જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.
જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે, કે તારી બેય આખુંથી એક આંખ નીકળી જાય અને તારો આખો દેહ નરકમાં જાવાથી બસી જાહે.
પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી ઉપરનાં આપણા દેહ માંસ અને લોહીથી બનેલા છે, અમે સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યમાં પોતાના દેહ હારે રય હકતા નથી. જે મરી હકે છે કેમ કે, ન્યા પણ કોય મોત નથી.
પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.
આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.