Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:36 - કોલી નવો કરાર

36 જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:36
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.


જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.


કેમ કે, મે તારું તારણ આપનારને જોય લીધો છે, જેને ઈ બધાય લોકોને બસાવવા હાટુ મોકલો છે.


તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.


પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.


અને હું તેઓને અનંતકાળનું જીવન આપું છું તેઓ ક્યારેય મરશે નય, અને તેઓને કોય પણ મારી પાહેથી આસકી નય હકે.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


જે રોટલી સ્વર્ગમાંથી ઉતારી ઈ એવી છે જેને વડવાઓ ખાયને મરી ગયા આ એવી નથી, આ રોટલી જે ખાય છે ઈ સદાય જીવતો રેહે છે.”


હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.”


પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


પરમેશ્વર એની ઉપર ગુસ્સો કરે છે જે શાસ્ત્રને પુરી રીતેથી નથી માનતા. અને જ્યાં શાસ્ત્ર જ નથી ન્યા શાસ્ત્રનો કોય ભંગ પણ થાતો નથી.


એથી હવે આપડે અત્યારે એના લોહીથી ન્યાયી ઠરાવામા આવ્યા છયી જેથી પરમેશ્વરનાં દંડથી આપડો બસાવ થાહે, ઈ બોવ જ ખાતરીપૂર્વકની વાત છે!


ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


તે લોકોના દ્વારા મુરખ નો બનો જેઓ આ પાપોની હાટુ બાના બનાવવાની કોશિશ કરે છે, કેમ કે આજ કામોને કારણે પરમેશ્વરનો ગુસ્સો આજ્ઞા નો માનવાવાળા ઉપર ભડકે છે.


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


કેમ કે, પરમેશ્વરે આપડી ઉપર રિહ કરવા હાટુ નથી ગમાડયા, પણ આપડે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા તારણ પામવા હાટુ ગમાડવામાં આવ્યા છયી.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


અને પરમેશ્વર ગુસ્સામાં આવી ગયા અને હમ ખાયને ઈ લોકોના વિષે કીધું, જેઓએ એની આજ્ઞા નથી માની કે, “તમે મારા આરામની જગ્યામાં પ્રવેશ નય કરો .”


એમા આપણને ખબર પડે છે કે, તેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું આ કારણે તેઓ આરામની જગ્યામાં પ્રવેશ કરી હક્યાં નય.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ