Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:3 - કોલી નવો કરાર

3 નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:3
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


પાછુ હું તમને કવ છું કે, “જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”


ઈ બેમાંથી કોણે બાપની ઈચ્છા પરમાણે કરયુ? તેઓ એને કેય ઈ પેલા ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, દાણીઓ અને વેશ્યાઓ તમારી આગળ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાયશે.


કેમ કે હું તમને હાસુ કવ છું કે, આભ અને પૃથ્વી જાતી રેય ન્યા હુધી બધુય પુરૂ થયા વગર નિયમમાંથી એક કાનો કા એક બિંદુ જાતું રેહે નય.


ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે.


જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે, કે તારી બેય આખુંથી એક આંખ નીકળી જાય અને તારો આખો દેહ નરકમાં જાવાથી બસી જાહે.


તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.


ઈ અંજવાળું અંધારામાં સમકે છે, અને અંધારાએ એને ઠારૂ નય.


પછી ઈસુએ એને કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સ્વર્ગ ખુલેલુ અને પરમેશ્વરનાં સ્વર્ગદુતો ઉપર જાતા અને માણસના દીકરા ઉપર સડતો અને ઉતરતો જોહો.


પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.


નિકોદેમસે કીધું કે, કોય પણ એની માંની અંદર ઘરીને બીજીવાર જનમ લય હકતો નથી.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


કેમ કે, નો સુન્‍નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી.


વળી તમે અપરાધોમાં અને પાપોમાં મરણ પામેલા હતા, તઈ એણે તમને પાછા જીવતા કરયા;


એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.


પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.


જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


આપડે જાણી છયી કે, જે કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ, એને બસાવી રાખે છે, અને શેતાન એને અડી નથી હકતો.


કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ