Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:27 - કોલી નવો કરાર

27 યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:27
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાનની જળદીક્ષા ક્યાંથી હતી? પરમેશ્વર તરફથી હતી કે, લોકો તરફથી? તઈ તેઓએ મૂંગા મોઢે વિસાર કરીને કીધુ કે, જો આપડે એમ કેહુ કે, પરમેશ્વર તરફથી, તઈ ઈ એમ કેહે કે, તો તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?


એકને એણે પાંસ તાલંત, બીજાને બે તાલંત, ત્રીજાને એક તાલંત, એમ બધાયને પોતપોતાના સામર્થ્ય પરમાણે તાલંત આપ્યા અને ઈ પરદેશ ગયો.


મારું જાવાનું અને પાછુ આવવાનું આ રીતે હશે કા આ દાખલાથી હંમજાવી હકાય છે કે, એક માણસ લાંબી યાત્રા ઉપર જાવા હાટુ પોતાનુ ઘર છોડી દેય છે. જાયા પેલા, ઈ પોતાના સેવકોને ઈ કામ બતાવે છે જે તેઓને કરવુ જોયી, જે ઘરે દરવાજા પાહે રખેવાળી કરે છે કે, ઈ એને પાછો આવવા હુધી તૈયાર રેય.


અને ઘણાય લોકોએ એની પાહે આવીને તેઓને કીધું કે, “યોહાને તો ક્યારેય સમત્કારો કરયા નથી પણ એણે આ માણસ વિષે જે કાય કીધું હતું ઈ હાસુ છે.”


પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”


મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે.


અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.


હું પાઉલ આ પત્ર લખી રયો છું હું પરમેશ્વરની ઈચ્છાથી ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ બોલાવામાં આવ્યો છું, હું આયા આપડો સાથી વિશ્વાસી સોસ્થીનેસની હારે છું, જે મારી મદદ કરી રયો છે.


પણ પોતાની ઈચ્છા પરમાણે હરેકને કૃપાદાન વેસી આપનાર અને બધાય શક્ય કામ કરનાર ઈનો ઈ જ આત્મા છે.


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


આપોલસ કોણ છે? પાઉલ કોણ છે? અમે તો ખાલી સેવક છયી, જેના દ્વારા તમે લોકોએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, આપડામાંથી દરેકને ઈ જ કામો કરયા જે પરમેશ્વરે આપણને કરવા હાટુ આપ્યું.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


હું પાઉલ જે એક ગમાડેલો ચેલો છું, હું માણસો દ્વારા નથી પણ હું આપડા ઈસુ મસીહ અને જેને મરણમાંથી જીવતો કરનાર પરમેશ્વર બાપ દ્વારા એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો છે.


હું, પાઉલ, પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું હું આ પત્ર એફેસસ શહેરમાં રેનારા પરમેશ્વરનાં પવિત્ર લોકો અને મસીહના વિશ્વાસુઓને લખી રયો છું


અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.


કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ