24 યોહાનને જેલખાનામાં કેદ થયા પેલા આ બન્યું હતું.
કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.
જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.
કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.
યોહાન પણ સાલીમ શહેરની પાહે એનોન ગામમાં જળદીક્ષા આપતો હતો કેમ કે, ન્યા બોવ પાણી હતું, અને લોકો એની પાહે આવીને જળદીક્ષા લેતા હતા.