20 બધાય જેવા ખરાબ કામો કરે છે તેઓ અંજવાળાને નકારે છે, અને ઈ અંજવાળાની પાહે નથી આવતો જેથી એનુ કામ ખુલુ (જાહેર) નો થાય.
તઈ યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને કીધું કે, “ગુરુ, આ વાતુ કયને તુ અમારી નિંદા કરશો.”
પણ જે હાસાયથી હાલે છે, ઈ અંજવાળા પાહે આવે છે, જેથી એના કામો પરગટ થાય કે, ઈ પરમેશ્વર તરફથી કરેલા છે.
જગતના લોકો તમારી ઉપર ધિક્કાર નય કરી હકે, પણ તેઓ મારી ઉપર ધિક્કાર કરે છે, કેમ કે એના વિષે હું આવી સાક્ષી દવ છું કે, તેઓના કામો ખરાબ છે.