અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.
બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.