હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”
તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું