Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:11 - કોલી નવો કરાર

11 હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:11
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસ્સાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તમારા છોકરાવનો બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.


મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”


ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.


પરમેશ્વરને કોય માણસે કોયદી જોયા નથી; એનો ખાલી એક દીકરો, જે બાપની બાજુમાં છે, એણે પરમેશ્વરને પરગટ કરયો છે.


કેમ કે હું પોતે મારા અધિકારથી વાતો નથી કરતો કે, પણ બાપે જેણે મને મોકલ્યો છે, એણે મને આજ્ઞા દીધી છે કે, હું શું કવ અને કેવી રીતે કવ?


જે મને પ્રેમ નથી કરતો ઈ મારા વચનોને નથી માનતો, અને જે વચનોને તમે હાંભળો છો, ઈ મારા નથી પણ બાપના છે, જેણે મને મોકલ્યો છે.


જઈ મે તમને જગતમાં જે કાય થાય છે ઈ કીધું, તો પણ તમે વિશ્વાસ નથી કરતાં, તો હું તમને સ્વર્ગમા શું થાહે ઈ કવ, તો પછી તમે કેમ વિશ્વાસ કરશો?


કોય માણસ સ્વર્ગમા નથી ગયો, પણ ખાલી માણસનો દીકરો જે સ્વર્ગમાંથી નીસે આવ્યો છે.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


હું મારા બાપના નામે આવ્યો છું અને તમે મને અપનાવ્યો નય, જો કોય બીજો એના નામે આવત તો તમને એણે અપનાવ્યો હોત.


પછી ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, “જે હું શિક્ષણ દવ છું, ઈ મારી તરફથી નથી, પણ મને મોકલનારાની તરફથી છે.


ઈસુએ તેઓને કીધું કે, “જો હું પોતે જ મારી સાક્ષી આપું છું, તો પણ મારી વાતો હાસી છે, કેમ કે હું જાણું છું કે, હું ક્યાંથી આવ્યો છું, ક્યા જાવ છું? પણ તમે નથી જાણતા કે, હું ક્યાંથી આવું છું, અને ક્યા જાવ છું


તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું


હું ઈ જ કવ છું, જે મારા બાપ પાહે જોયું છે, ઈ હાટુ તમે પણ ઈજ કરો જે તમારા બાપ પાહે હાંભળ્યું છે.”


અને એને જોયને કે ઈ મને કેય છે કે, “જલ્દી યરુશાલેમ શહેરમાંથી ઉતાવળે નીકળી જા, કેમ કે ઈ લોકો જે આયા છે; મારા વિષેની તારી સાક્ષી માનશે નય.”


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ