9 જઈ ઈ કાઠા ઉપર પુગ્યા, તો તેઓએ હળગતા કોલસા ઉપર માછલી અને રોટલી જોય.
તઈ શેતાન એને છોડીને વયો ગયો, અને સ્વર્ગદુતો આવીને ઈસુની સેવા કરવા લાગ્યા.
જો હું ઈ લોકોને ભૂખા ઘરે મોકલું તો તેઓ મારગમાં થાકીને બેભાન થય જાહે, કેમ કે, તેઓમાંથી કેટલાક લોકો ઘણાય છેટેથી આવ્યા છે.”
હવે ચાકર અને સિપાય ટાઢના કારણે કોલસા બાળીને આગ પાહે ઉભા રયને તાપતા હતાં, અને પિતર પણ તેઓની હારે ઉભો રયને તાપતો હતો.
ઈસુએ તેઓને કીધું કે, “જે માછલીઓ ઈ આઘડી પકડી છે, એમાંથી થોડીક માછલીઓ લાવો.”
ઈસુએ રોટલી લયને ચેલાઓને દીધી, અને એમ જ માછલી પણ દીધી.
પણ બીજા ચેલા હોડીમાં રાખેલી માછલીઓથી ભરેલી જાળને ખેસતા આવ્યા, કેમ કે તેઓ કાઠાથી બોવ આઘા નોતા પણ ખાલી હો મીટર જેટલા આઘા હતા.
તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું.
આયા એક છોકરો છે એની પાહે પાંસ રોટલી અને બે માછલી જ છે પણ ઈ આટલા બધાય લોકો હારું કેમ પુરું પડે.