23 એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”
ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.
ઈ હાટુ કે, હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરભુને બીજીવાર આવવાના હુધી ધીરજ રાખો, જેમ ખેડૂતો જમીન ઉપર એક કિંમતી ફળની આશા રાખે છે, અને તેઓ ધીરજથી પેલા અને છેલ્લા વરસાદ હુધી રાહ જોવે છે.