20 પિતરે પાછુ વળીને ઈ ચેલાને વાહે આવતો જોયો, જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, અને જે ખાતી વખતે ઈસુની પાહે બેઠો હતો એણે પુછયું કે, “પરભુ, તને પકડાવવા વાળો કોણ છે?”
જેથી સિમોન પિતર અને જેની ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો ઈ બીજા ચેલાની પાહે ધોડીને ગય અને તેઓને કીધું કે, “તેઓએ પરભુને કબરમાંથી લય લીધા છે અને તેઓએ એને ક્યા મુક્યા છે એની અમને ખબર નથી.”
ઈ હાટુ ઈ ચેલાને ઈસુ જેને વધારે પ્રેમ કરતો હતો, ઈ પિતરે કીધું કે, “આ તો પરભુ છે.” સિમોન પિતરે આ હાંભળ્યું કે, તેઓ પરભુ છે, ઈ ઘાયેઘા લુગડા પેરીને અને એને જાળ નાખવાનો વખત નીકળતો જાતો હતો, અને ઈસુને મળવા હાટુ ઉતાવળમાં દરિયામાં કુદકો મરયો.