તઈ ઈસુ અને એના બે ચેલાઓ દરિયાના કાઠે ફરતા થોડાક હજી આગળ વધ્યા, અને ઈસુએ બે માણસોને જોયા જેઓનું નામ યાકુબ અને એનો ભાઈ યોહાન હતું. ઈ ઝબદીના દીકરાઓ હતા. ઈ એક હોડીમાં પોતાની જાળો હરખી કરતાં હતા.
અને એમ જ ઝબદીના દીકરા યાકુબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતાં, તેઓને હોતન નવાય લાગી, અને ઈસુએ સિમોને કીધુ કે, “બીવમાં, હું તમને આ શીખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”