ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.
હું તમને હાસે હાસુ કવ છું કે, જઈ તુ જવાન હતો, તઈ પોતે તૈયાર થયને જ્યાં ઈચ્છા હોય ન્યા જાતો. પણ જઈ તુ ગવઢો થય જાય, તઈ તુ પોતાના હાથને ફેલાવય અને કોય બીજો તને તૈયાર કરશે, અને જ્યાં તુ નો જાવા માગે ન્યા ઈ તને લય જાહે.
મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.