Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 21:17 - કોલી નવો કરાર

17 ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 21:17
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”


તઈ તરત બીજીવાર કુકડો બોલ્યો અને પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બીજીવાર બોલ્યા અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.” જઈ પિતર પોતાના દુખને કાબુ નો કરી હક્યો તઈ ઈ કુટી કુટીને રોવા લાગ્યો કેમ કે, ઈ દુખી હતો કે એણે ઈસુને નકાર કરી દીધો હતો.


ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”


જો તમે મને પ્રેમ કરો છો, તો મારી આજ્ઞાઓને માનશો.


જો તમે મારી આજ્ઞાને માનશો, તો મારા પ્રેમમાં જોડાયેલા રેહો, જેવો કે મે મારા બાપની આજ્ઞાને માની છે, અને એના પ્રેમમાં જોડાયેલો રવ છું


હવે અમે જાણી છયી કે, તુ બધુય જાણે છે, અને આઘડી કોયને પણ તમને સવાલ પૂછવાની જરૂર નથી, એમા અમે વિશ્વાસ કરી છયી કે, તુ પરમેશ્વરની તરફથી આવ્યો છે.”


પિતરે પાછો નકાર કરયો અને તરત જ કુકડો બોલ્યો.


તઈ એની ઉપર જે થાવાનુ હતું ઈસુ બધુય જાણતો હતો, અને ન્યાંથી આગળ આવીને તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?”


હું તમને હાસે હાસુ કવ છું કે, જઈ તુ જવાન હતો, તઈ પોતે તૈયાર થયને જ્યાં ઈચ્છા હોય ન્યા જાતો. પણ જઈ તુ ગવઢો થય જાય, તઈ તુ પોતાના હાથને ફેલાવય અને કોય બીજો તને તૈયાર કરશે, અને જ્યાં તુ નો જાવા માગે ન્યા ઈ તને લય જાહે.


ઈસુએ એને કીધું કે, “જા તારા ધણીને આયા બોલાવતી આય.”


અને આ ક્યને પ્રાર્થના કરી કે, હે પરભુ, તમે જે બધાય માણસોના મનને જાણો છો, અમને ઈ પરગટ કર કે આ બેમાંથી તે કોને પસંદ કરયો છે,


ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.


અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.


તમારે આ બધીય વસ્તુઓના વિષે રાજી થાવુ જોયી, ભલેને અત્યારે થોડાક વખત હાટુ જુદા-જુદા પરકારની હેરાનગતિઓ તમને દુખી કરતી હોય.


વાલાઓ, આ હવે બીજો પત્ર છે જે મે તમને લખ્યો છે. આ બેયમાં તમારા શાંત મગજને ઉત્તેજન કરવા હાટુ યાદગીરી છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ