ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”