10 ઈસુએ તેઓને કીધું કે, “જે માછલીઓ ઈ આઘડી પકડી છે, એમાંથી થોડીક માછલીઓ લાવો.”
જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”
તઈ સિમોન પિતર હોડી ઉપર બેહીને જાળને ખેસીને કાઠે લીયાવો, અને એમાંથી એકસો ત્રેપન મોટી માછલીઓ હતી, આટલી બધીય માછલીઓ હોવા છતાય જાળ ફાટી નય.
ઈસુએ રોટલી લયને ચેલાઓને દીધી, અને એમ જ માછલી પણ દીધી.
જઈ ઈ કાઠા ઉપર પુગ્યા, તો તેઓએ હળગતા કોલસા ઉપર માછલી અને રોટલી જોય.
તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું.
આયા એક છોકરો છે એની પાહે પાંસ રોટલી અને બે માછલી જ છે પણ ઈ આટલા બધાય લોકો હારું કેમ પુરું પડે.