ઝડપથી એના ચેલાઓની પાહે જાવ અને કયો કે, મરણમાંથી ઈ પાછો જીવતો ઉઠયો છે. જોવ, ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, જ્યાં તમે એને જોહો. જોવ, મે તમને કય દીધું છે.
ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.”